સોમવાર, 21 ફેબ્રુઆરી, 2022

વાચન સ્પર્ધા અહેવાલ

 ‘વાંચન સ્પર્ધા’ અહેવાલ

તા.16/02/2022

                   વાંચન , કોઈકનાં માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકનાં માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક , વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે . સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે . વાંચન માટે પુસ્તક એ સૌથી જૂનું અને પ્રચલિત માધ્યમ છે જે આજે ડીજીટલી પણ ઉપલબ્ધ છે . પુસ્તકો ઘણાં બધાં પ્રકારના હોય છે પણ દરેક પુસ્તકમાં કોઈ ને કોઈ ખજાનો છુપાયેલો છે . વાંચનનું મહત્વ વ્યક્તિને ત્યારે જ સમજાય જ્યારે વ્યક્તિ પુસ્તક વાંચવાનું શરૂ કરે . પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારવામાં આવે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કહેવાય , વાંચનથી વિચારોને મોકળાશ મળે છે . વિચારોને મળતી મોકળાશ એ વાંચનનો પહેલો ફાયદો છે . જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય વિચાર કરવા જરૂરી છે , અને યોગ્ય વિચાર કે વિચારોની મોકળાશ એ વાંચનથી જ શક્ય છે .     

                  ગેરીસન ફેઈલર નામનાં એક પ્રસિદ્ધ વ્યક્તિએ પુસ્તક માટે ખૂબ સરસ વાક્ય કહ્યું છે , પુસ્તકોનાં વાંચનથી વિચાર , વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે . વિનય અને વિવેક જીવનને સરળ અને સુંદર બનાવે છે . વિચારોમાં વિનય અને વિવેક આવતા વ્યક્તિની કલ્પનાશક્તિ વધે છે . વાણીમાં વિનય અને વિવેક આવતા તમારું વ્યક્તિત્વ ખીલે છે અને વર્તનમાં વિનય અને વિવેક આવતા જીવનને નવી દિશા મળે છે . જો બાળકને નાનપણથી જ વાંચવાની આદત શીખવાડવામાં આવે તો બાળકનું કૌશલ્ય ખુબ વિકસે છે. નાનપણથી જ પુસ્તક વાંચશે તો એનાં જ્ઞાનમાં વધારો થશે તદ્દઉપરાંત બાળકના વિચારો તેની ઉંમરનાં સામાન્ય બાળક કરતાં વધારે મૌલિક જોવા મળશે . વ્યક્તિ જીવનમાં જેટલું વધુ જ્ઞાન મેળવસે એટલી જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે . વાંચન થકી વ્યક્તિના વર્તનમાં નિખાલસતા , દયા , સદ્દભાવના , ભાઈચારો , વિનમ્રતા વગેરે આપોઆપ આવી જાય છે . પુસ્તકમાંથી મળતી હકારાત્મક ઊર્જા વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે.....

               આથી, આજ રોજ તારીખ 16/02/2022 ને અનાપુરગઢ પે.કે.શાળા માં વાચન નુ મહત્વ સમજાય તેમજ બાળકો ના જ્ઞાન માં વધારો થાય, ભાષા કૌશલ્ય મજબુત થાય તે હેતુ થી ‘પુસ્તક વાચક સ્પર્ધા’ અંતર્ગત પુસ્તક સમિક્ષા અંગે ની ધોરણ 6 થી 8 માં સ્પર્ધા નુ આયોજન લાઇબ્રેરી ઇન્ચાર્જ ભાષા શિક્ષકો હિતેશભાઇ, વિજયભાઇ અને હિનાબેન દ્વારા કરવામાં આવ્યુ હતુ.

              આ સ્પર્ધા ની પૂર્વ તૈયારી માટે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ પોતાની મનપસંદ પુસ્તક ની પસંદગી શાળાના પુસ્તકાલય માંથી અઠવાડિયા અગાઉથી કરી હતી. આ સ્પર્ધા માં ધોરણ 6 થી 8 ના કુલ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

              સ્પર્ધા ની શરુઆતમાં શાળાના શિક્ષકશ્રી હિતેશભાઈ એ દરેકે બાળકને પુસ્તક વાચન અંગે માહિતી આપી ને શરુઆત કરાવી હતી....બાળકોએ વાચેલ પુસ્તક અંગે ખુબ સારી રીતે પુસ્તક ની સમિક્ષા કરી હતી, પુસ્તક ના લેખક, પ્રકાશક તેમજ પુસ્તક ની મહત્વ ની બાબતો અંગે દરેક ને માહિતગાર કર્યા હતા. 

             મૂલ્યાંકન તરીકે શાળાના શિક્ષક શ્રી નારાયણભાઈ તેમજ વનિતાબેન એ જવાબદારી પુરી કરી હતી. સ્પર્ધા ના અંતે જેસુંગભાઈ અને નારાયણભાઈ એ દરેક બાળકોને  પ્રોત્સાહિત કર્યા હતા. આમ, સમગ્ર સ્ટાફ ના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અને  છેલ્લે વિજેતા થયેલ બાળકો ને શાળા તરફ્થી પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

વિજેતા થયેલ બાળકોની યાદી…

ચૌધરી ભાર્ગવીબેન માનાભાઈ (ધોરણ – 6/અ)

ચૌધરી સુસ્મિતાબેન દિનેશભાઈ (ધોરણ – 6/અ)

ચૌધરી જીનલબેન દિનેશભાઈ(ધોરણ – 6/બ)

ચૌધરી જીનલબેન દિનેશભાઈ(ધોરણ – 7/અ)

ચૌધરી ઉષાબેન જેસુંગભાઈ (ધોરણ – 7/બ)

ચૌધરી કમલેશ ભરતભાઈ (ધોરણ – 7/ક)

ચૌધરી રાહુલભાઈ ઉમાભાઈ (ધોરણ – 8/અ)

મીર હનાન સલીમભાઈ (ધોરણ – 8/બ) 

              

                 


પુસ્તક વાચક સ્પર્ધા પ્રમાણપત્ર વિતરણ...

 પુસ્તક વાચક સ્પર્ધા  વિજેતા બાળકોને શાળાના આચાર્યશ્રી ના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.


ઓનલાઈન સી.આર.સી. કક્ષા ની પુસ્તક સમીક્ષા.

 ઓનલાઈન સી.આર.સી. કક્ષા ની પુસ્તક સમીક્ષા માં ભાગ લેતા બાળકો.


પુસ્તક વાચક સ્પર્ધા

 આજ રોજ તા.16/02/22 ના રોજ શાળા કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા માં ભાગ લેનાર ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા પુસ્તક સમીક્ષા ની રજૂઆત. 


સોમવાર, 14 ફેબ્રુઆરી, 2022

શુક્રવાર, 11 ફેબ્રુઆરી, 2022

સ્વ- મૂલ્યાંકન

 મોબાઈલ ની સુવિધા ન ધરાવતા બાળકો દ્વારા શાળામાં સ્વ - મૂલ્યાંકન નો ટેસ્ટ આપતા વિદ્યાર્થીઓ....ધોરણ -7